Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for https://harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for https://harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay યોગમંજરી :: લેખાંક : ૩


લેખાંક : ૩
રસકસથી ભરપુર રમ્ય ધરતીની ગોદમાં પડેલાં સુખસમૃદ્ધ ખીજડિયા ગામ-હરિનું મોસાળ, મામાના ઘરમાં માતા ગંગાબેનની કૂખે એનો જન્મ. જન્મભૂમિ અને મોસાળના હેતાળ ઘરમાં એણે વાત્સલ્યભાવનાનાં અમીપાન પીધેલાં એટલે ખીજડિયા સાથે એની આત્મીયતા વધારે રહી છે.
જાંબુ, આંબલી, આંબા અને કેળ ઉપરાંત મધમીઠાં બોર અને ગુંદાઓની રસાંગ ઊભરાવતાં ખીજડિયા ગામની ધરતીમાં સતી-શૂરા ને દાતાઓ તેમજ હ્રદયના શુદ્ધ પ્રેમ - પ્રણયની અપરંપાર વાર્તાઓ જ્યાંથી મળેલી એવાં એ ગામ વિશે નોંધવા જેવી વિશેષ વાત એ, કે હરિના પાંચ પેઢી પહેલાંના દાદા કમળાકર એ ખીજડિયા ગામના વતની. એના પુત્ર દયાળજી, મોરારજી અને ખોખા ઉપાધ્યાય સંવત ૧૮૪૮માં મેઘપર ગામે સ્થળાંતર કરી ત્યાં વસેલા.
સ્થળાંતરનું કારણ ખોખા ઉપાધ્યાયને અઢળક લક્ષ્મી વરેલી. અઢળક સંપત્તિના સ્વામી એ બ્રાહ્મણ ઉપર ત્યાંના માલિક-ઠાકોર અને કાઠિયાવાડમાં ચોથ ઊઘરાવવા આવતા પેશ્વાના સરદારોની ધનલોલુપ્ત આંખો મંડાએલી. મૂળથી જ ધનવાન તરીકેની છાપ ધરાવનાર ઉપાધ્યાય કુટુંબને ધાડપાડુઓની ધાક હેઠળ મુશ્કેલીઓ અને નુકસાન વેઠવા પડ્યાં હશે.
માતુશ્રી ગંગાબેનના પિતા - હરિના નાના- મૂળશંકર નથુ ત્રવાડીનો ખીજડિયામાં ખેતીનો વ્યવસાય. નાના અદાને હરિ 'મોટા અદા ' - નામે સંબોધે. શરીરે તંદુરસ્ત, બાહુબળિયા- પાંગરાળ દેહયષ્ટિ ધરાવનાર એ મોટાઅદાની પાઘડી, જાડું ધોતિયું, હાથમાં જ્યેષ્ઠિકા - લાકડી, કપાળે સુખડનું ત્રિપુંડ અને રૂદ્રાક્ષની મોટા પારાવાળી માળા ધરાવતું જાજરમાન વ્યક્તિત્વ હરિનાં મન ઉપર અકથ્ય હ્રદયભાવ, પ્રેમ અને આત્મીયતા પાથરી રહ્યું છે.
મોટા અદાની યાદ સાથે એણે કહેલી અપરંપાર વાતો - વાર્તાઓ. નજરે જોયેલી અને સાંભળેલી ઘટનાઓનાં શબ્દચિત્રોની યાદ-સરવાણી વહી ઉઠે.
મોટાઅદા હરિને - 'ભનુભાઇ' કહે. માત્ર એક જ નહિ, ખીજડિયાનાં દરેક વતની માટે હરિનું સામાન્ય - સર્વસામાન્ય નામ - 'ભનુ-ભનિયો' હતું.
વાણીકુશળ મોટા અદાની વાતોથી જ આ તબક્કાની વિગતો રજૂ કરૂં. અતિપ્રાસાદિક, સાદી, સરળ છતાં રસટપકતી મોટા અદાની વાતો સાંભળવાનું હરિને હરેડ વ્યસન થઇ પડેલું. નરસીમેતાએ જેમ ગાયું છે - 'વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું' - તેમ મારાં હ્રદયમાં આ વાક્યો ગુંજતાં - 'ખીજડિયા વહાલું રે, મેઘપર નહિ આવું.'
હરિનાં રસાતુર - જિજ્ઞાસા - ભરપુર બચપણમાં મોટા અદા ખેતીવ્યવસાયમાંથી નિવૃત્ત, એના દીકરા - હરિના મામા - મણિલાલ અમદાવાદમાં મિઠાઇવાળાને ત્યાં નોકરી કરીને મહીને સાઠ રૂપિયા જેવો મબલખ પગાર મેળવે.
એ પહેલાં મોટા અદાના નાનાભાઇ - ભક્તિજ્ઞાનના સાગર, પ્રાતઃસ્મરણીય હરિશંકરદાદાનાં પત્ની યુવાનવયે ગુજરી ગયાં. પ્રભુના પ્યારા હરિશંકરદાદા પત્નીના મૃત્યુ પછી ભાવભર્યે હ્રદયે બોલ્યા: 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.'
પણ સ્વાર્થનો સંબંધ ઓળખનારો સંસાર ભક્તિનું ગાંડપણ લઇ બેઠેલાને થોડો જ સહી લે? ઉપવાસી હરિશંકરદાદા બીજે દિવસે પારણું કરવા બેઠા, પણ થાળીમાં રોટલો પીરસનારાંએ અસહ્ય પ્રવચનના કાતિલ બાણ ફેંકતાં કહ્યું : 'માણહ તરીકે જન્મ્યો તે કરતાં માને પેટે પથરો થઇને જન્મ્યો હોત તો ભીંત ચણવામાં તો કામ લાગત. વાંઢોરૂંઢો થઇ હવે ભક્તાણાનું નાડું પકડીને બેઠો છો એ આ ઘરમાં નહિ ચાલે. હવે તને રોટલા ટીપી દેવા અમને નહિ પોષાય.' આ સાંભળી રહેલા ભક્તજીવ અને બે દિવસના ઉપવાસી કૃષિકાર - હરિશંકરદાદાનું કાળજું કપાયું, ધીરજ અને સહનશીલતા કસોટી પર ચડી. મુખથી મલકાયા. 'જેવી ભગવાનની ઇચ્છા' - કહી ખાધાં વગર અન્નદેવને નમસ્કાર કરી ઊઠ્યા. જાણે કશું નથી બન્યું તેવી શાંતિથી એણે અંગરખું, પાઘડી પહેરીને એ જ પગલે - ત્રણ ગાઉ દૂરના મેઘપર ગામે - એની પ્રાણપ્રિય ભત્રીજી 'ગંગા' પાસે પહોંચ્યા. હરખઘેલી ગંગાએ 'કાકા'ને નમસ્કાર કરી આવકાર્યા. ગંગાની ગોદમાં પહેલો છોકરો -ઉમાશંકર- હતો. બીજીવાર બાળક જન્મવાની રાહ હતી. બીજીવારની સુવાવડ પિયરને ઘેર કરાવવા માટે - કાકા જાણે લેવા આવ્યા હોય એવો હરખ ગંગાના હ્રદયમાં માયો નહિ.
હરખાઇને ગંગાએ કાકાને જમવા બેસાડ્યા. બે દિવસના ઉપવાસી કાકાનું મન અગમભોમમાં રમતું હતું. જમવાનો કોળિયો મોંમાં મૂકતાં પહેલાં ભાવવિભોર કાકા હરિશંકરે કહ્યું 'જો, મારી દીકરી તું સાંભળી લે. તારી આ વખતની સુવાવડ ખીજડિયા થશે. તારી કુખે દીકરો જન્મશે. સંસારમાં આવી રહેલા એ ઉગ્રભાગી દીકરાને અત્યારે જ હું આશીર્વાદ આપી દઉં. કાકાને તેની આવતી કાલની ખબર નહીં હોં બેટી, પણ ધ્યાનથી સાંભળી લે, કે કર્કરાશિના ચંદ્રમાં જન્મનારા એ તારા દીકરાનું નામ તું 'હરિ' પાડજે.'
કાકાનાં વાક્યોમાં વહી આવેલી વૈરાગ્યની ઝલક જોઇ મનમાં વ્યથિત થયેલી ગંગા બોલી: 'મારા વહાલા કાકા, તમે અમારી છત્રછાયા થઇને રહેવાના છો, તો આવું કેમ બોલ્યા હેં?' બોલતાં ગંગાની આંખ ભીની થઇ.
'ના બેટી, કોઇ વાતનો અજંપો-ખેદ રાખીશમાં. સંસાર મિથ્યા પ્રપંચ છે. સુખદુ:ખ એ કર્મથી યોગ પામેલાં ભાગ્ય છે. હું પ્રસન્ન થઇ બોલું છું. કાકા જો સંસારથી દૂર થશે તો એ તારાં હ્રદયની વધુ નજીક આવી રહેશે હોં બેટી.'
હરિશંકરદાદાની વૈરાગ્યવૃત્તિ જાણી ગયેલા ગંગાના પતિ જાદવજીને તેના મોટાભાઇ ભવાનીશંકરે એને અભિવાદન કર્યું. બીજે દિવસે મહેમાન ખીજડિયા ગયા ને ત્યાંના ઘરમાંથી કશુંયે લીધા વગર એ દિવ્ય ધર્માત્મા ખીજડિયા છોડી નર્મદા કિનારે ચાલ્યા ગયા, અને ત્યાં અતિ પવિત્ર જ્ઞાનસાગર સંન્યાસીજી પૂજ્ય વીરજાનંદજી પાસે એણે 'સંન્યાસ દીક્ષા' - લીધી. 'ત્રિગુણાતીતાનંદ' સ્વામી નામ ધારણ કરી એણે મહામાયા નર્મદાજીની સાત પ્રદક્ષિણાઓ કરેલી.
થોડા દાયકા પહેલાં નેવું વરસની વયે એ પવિત્ર દિવ્યાત્માએ દેહ છોડ્યો. ઘર છોડ્યાં પછી તેઓ પાછા ન આવ્યા, પણ સંવત ૧૯૭૨માં નર્મદા-કિનારાનાં કોઇ અજાણ્યા સ્થળેથી મોટાભાઇ મૂળશંકરને લખેલો એક વિચારણીય - પ્રાસાદિક પત્ર લખ્યો, જે આજે પણ 'હરિ' પાસે છે.
મોસાળની આટલી વિગત જણાવ્યા પછી મોટાઅદા - મૂળશંકરની વાતો સાંભળું છું. અદા મને મેઘપરથી ખીજડિયા લઇ જાય છે. 'ભનિયા' વગર નાના - નાનીને ઘરમાં અટૂલું લાગે. નાના ભાઇ સંસાર છોડી ગયા. મણિલાલ અને એનાં વહુ અમદાવાદ ગયાં.
રોજ ઢળતી સાંજે - જ્યાં રોમાંચપ્રેરક - ઇતિહાસ પ્રકરણો દટાઇ પડ્યાં છે એવા ગામની પાદરમાં આવેલાં બહુચરાજી, જાગનાથ - રેવનાથ મહાદેવનાં દર્શન કરવા જતાં. મોટા અદા ભનિયા-હરિને સાથે લઇ જાય. ઘેર આવીને સાથે વાળુ કરે અને પછી મોટીબા-ઝવેરબા-નાનીએ ઓશરીમાં ઢાળેલા ખાટલા ઉપર પોઢે. નાના અને શિશુવયનો ભાણેજ બેઉ નજીકમાં સૂએ.
સૂતીવેળા મોટાઅદાને વાત-વાર્તા કહેવી એ જીવનની રસલહાણ. મોટાઅદા આજે કેવી મજાની વાત કહેશો હેં?
અને તેની સાથે જ દિલમાં અનેક સંભારણાંઓની સરવાણી ઉછાળા લ્યે. લે મજાની વાત કહું: ' હરિશંકરભાઇ સનાસી થઇ ચાલ્યા ગયા તે પછી ઘરમાં ખેદનું વાયરૂં જામ્યું, પણ હું તારી બા -ગંગાને- બીજીવારની સુવાવડ કરાવવા અહીં તેડી આવ્યો. પોષ મહીનાની હિમશીતળ ઠંડી. એક બાજુ તારી બાનો સુવાવડનો પ્રસંગ અને બીજી બાજુ ધ્રોળથી ઉતરી આવેલા આ ગામના ધણી દરબાર-કુમાર નારસિંહજીનાં લગ્નની ધામધૂમ. ગામમાં રાજરાજેશરી મહેમાન ઉતરી આવ્યા, મહેમાનો માટે ઠેરઠેર રજવાડી તંબૂ નંખાયા.'
'રજવાડી લગ્નની ધામધૂમ, શોભા શણગારના ગીત-કવિત ગવાય, ભાંડ, દસોંદી, લંઘા, મીર ને પરિયાગત જેવાં યાચક વરણ દાન લેવા દોડી આવે. મનગમતી શિખ ન મળે તો યજમાનનાં વગોણાં કરે. ખેલ તમાશાનો પાર નહીં. દરબારગઢની કચેરીમાં કવિઓ ખીલે ને પરણનારનાપે ગુણગાન ગજાવે. ગાયક, જાદુગર અને વેશધારીનાં ચેટક ચાલે.
'ના, મોટાઅદા વધુ વર્ણન કરોને.' ભનિયો અદાને ખીલવે.
'ઈ તો કહેવા જેટલું કહ્યું. મોટો થઇ તુંયે રજવાડી વિવાહની ધામધૂમ જોજે. હા, ઓગણીસ સો બોંતેર સાલના પોષ મહિનાની અંધારી એકમને દિ' તારો જનમ. મારી ગંગાની કુખે દીકરો-તું જન્મ્યો. અમે હરખઘેલાં થયાં. પુત્રજન્મની વધાઇ મેઘપર જણાવી. બધાંએ મોઢાં મીઠાં કર્યાં.
'તારા જન્મ પછી વદી પાંચમના દરબારી વિવાહ અને ધ્રોળના રાજવૈદ્ય વ્યાસબાપા પધારેલા. એનો ઉતારો આપણા ફળીમાં ઊભા કરાએલા તંબુમાં. અમારે ત્યાં દીકરીની સુવાવડની વાત વ્યાસબાપાએ દરબારમાં જણાવી એટલે આપણા ઘર પાસે બંદૂકના ભડાકા બંધ ર્રહ્યાં. હાં તો વાતમાં વાત કરી દઉં. ભગવાને કસોટી આપી અને માત્ર છ વાસે તને ભરણીની બિમારીએ ઝપટમાં લીધો. ગામડાંમાં જેને 'ચડાઉ ભરણી' કહે તે બિમારી ઘણી જોખમી. બાળકને શરદી ચડી જાય. સાથે તાણ-આંચકી યે ભેળાં. અમારાં અન્નપાણી ને ઊંઘ હરામ થઇ ગયાં. પણ જોગાનુજોગ રાજવૈદ્ય વ્યાસબાપા આવડાં ગામમાં બિરાજે. હું અદ્ધર શ્વાસે તેની પાસે દોડી ગયો ને છ વાસાના ભાણેજની બિમારીની વાત જણાવી ને વિનંતી કરી: 'બાપા, રાંક બ્રાહ્મણના દીકરાનું જીવતદાન માગવા આવ્યો છું.' સાંભળીને પૂજામાં બેઠેલા બાપા બોલ્યા: 'ઓહો, એમાં મુંઝાઇ શું ગયા મહારાજ. ચાલો આપણા ભાણેજને સાજો નરવો કરી દઉં.' દવાનો બટવો લઈ વ્યાસબાપાએ ઘેર આવી ખાટલીમાં લાંબા શ્વાસની હીંકો લેતા બાળને જોયો. રોગનિદાન કરીને વૈદ્યબાપાએ દેવદુર્લભ 'પાતાળતુંબડી' તથા પીપળાની વડવાઈનો ઘસારો માના ધાવણ સાથે તેને પાયો. થોડીવાર બેસી ઊતારે જતાં જતાં વ્યાસબાપા બોલ્યા: 'આ દવાની અસર વિશે મને તુરત જણાવજો. હું દરબારગઢમાં હોઉં તોપણ જરૂર જણાય તો મને બેલાશક બોલાવજો.'
'અને ભનિયાભાઇ, એકાદ-બે કલાકમાં જ તારો મંદવાડ શોષાઇ ગયો ને સાંજે તું તારી બાને ધાવ્યો. બીજીવાર તને જોવા આવેલા વ્યાસબાપાને પગે પડી મેં કહ્યું: ' તમે અમ જેવા ગરીબના દીકરાને જીવતદાન દઇ દીધું.'
'હાં હાં, મહારાજ, હવે વધુ બોલશોમાં. અમે વૈદ ને કોઇની સારવાર કરવી એ અમારો ધર્મ.'
તું સાજો થયો. મારી ગંગા તને બે મહિનાનો લઈ મેઘપર ગઈ. તને જોઇ ભવાનીશંકરભાઇ જેવા સમર્થ કિર્તનકાર - તારા મોટાબાપુ હરખઘેલા થઇ બોલી ઊઠ્યા:'આ છોકરો જાદવજીનો નહિ પણ મારો છે. હું તેને સંગીતશિક્ષણ આપીને મોટો હરિકથાકાર બનાવીશ.'
'બનવાકાળ બને છે ભનુ, તારૂં નામ તારી બાએ -કાકાની આજ્ઞા પ્રમાણે - હરિલાલ રાખ્યું. તારો રતન જેવો મોટો ભાઇ ઉમાશંકર સાત વરસની વયે ટૂંકી માંદગી ભોગવીને દેવદુવારે ચાલ્યો ગયો. તારાં કુળને પિતરૂનું નડતર એટલે રતન જેવો એ છોકરો માંદગીમાં - 'જુઓ, કેવડો મોટો નાગ આવ્યો. તમે મારા નાનાભાઇને જાળવજો.' આવું બોલ્યા કરતો. અમે બધા ખડેપગે હાજર. ઇશ્વરના ફેંસલા સામે કોઇની અપીલ કામ ન આવી. રાંકનું રતન રોળાયું. તારી બાએ કુંજડીની જેમ ચીસું પાડી.
'પણ તે બનાવ પછી અમે બે વરસના તને ખીજડિયા લાવ્યાં. તું અમારી - તારા માવતરની મોંઘી મૂડી, તારી મોટીબા રોજ તને ગાયના ઘીનો શીરો ખવરાવે. 'ભનીયા'ને ભાવે એવું ખાવાનું ઘરમાં રાખે.
મોટા અદાની એકધારી વાણી વહે. રસાતુર હરિ તેને પૂછે: 'અને અદા, ખીજડિયાના કોળી નકાબાપાની વાત કરોને.'
'ખરો છે મારો બેટો.' અદા બોલવા માંડે: 'નકાબાપા કોળી એટલે ખીજડિયાના રખેવાળ. ગઇ-ઓગણીસમી સદીના ખીજડિયાના ઇતિહાસમાં એનું નામ. એનાં કર્યાં કારવ્યાંની ચમત્કારિક વાતો અમર રહી જશે. જાતે કોળી પણ મેલડી મા એના ઉપર એવાં પરસન કે વેણે વાતું કરે.'
'મેલડીમા કોણ હતાં?'
'અરે ગાંડા, ઇ તો તામસી શક્તિવાળી દેવી છે દેવી. મેલડીનાં ત્રણ સ્થાન - ગામનો ઝાંપો, કોઠાનો ચોક અને ત્રીજું મસાણ. આ ત્રણે ઠેકાણે મેલડીની શક્તિ નોખી. નકો કોળી એ મેલડીનો અઠંગ ભગત. મેલડીમાની સહાયથી એણે એકલે હાથે ધાડપાડુ અને બહારવટિયાની ટોળીઓ સાથે બંદૂકની બાટાચોટી બોલાવતાં ધીંગાણા ખેલ્યાં. ધાડપાડુને ખીજડિયામાં ઘૂસવા જ દીધાં નહિ. ગામમાં ત્રણ ઘરમાં અઢળક માયા-લક્ષ્મી.'
'હેં અદા, એ ત્રણ ઘર કોનાં?'
'એક તો તારા વડવા ખોખા ઉપાધ્યાય, બીજા પાતા બાપા વોરા અને ત્રીજા જાદવશંકર-શિનાણી-તરવાડી. એના ઘર ઉપર તો પેશવાના નપાવટ સુબાએ પણ ધાડ પડાવેલી. એવા કોઇ કવળા અવસરે તારા પંદરેક પેઢીના વડવા લખમીધર ઉપાધ્યા કામ આવેલા અને એનાં ઘરવાળાં-પત્ની, સરખેજના ઓધવાણીના દીકરી સોનબાઇમા પતિ પાછળ સતી થઇને ખીજડિયા ગામને પાદરે બિરાજ્યાં - જેને તમારા ઉપાધ્યાવાળા કુળમાતા તરીકે પૂજે છે.' મોટાઅદા જવાબ આપતાં ઇતિહાસનું પ્રકરણ ઉચ્ચારે છે.
રસમુગ્ધ હરિ ખીજડિયાના લક્ષ્મીનંદન ગૃહસ્થો વિશે વધુ જાણવા થનગની ઉઠે. છતાં મોડી રાતે, આવતી કાલની આશા સાથે એની આંખ ઉંઘથી ઘેરાય છે
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com