Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for https://harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for https://harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay લેખાંક : ૨ :: પેલા અનામી કલંકિત કુટુમ્બી ઉપર કેવાં વિતક વીત્યાં હશે? એની વિચારધારા કેવી હશે?


 
લેખાંક : ૨
રાત સાથે કિશોર હરિની મનોસૃષ્ટિમાં પ્રગટેલી વિચારયાત્રા આગળ વધી. મધરાતનો સમય હશે. તેને નરવી - વાસ્તવિક ઊંઘ આવી હોય તેમ કહી શકાય એમ નથી. આંખો બંધ, જાગૃત નિંદ્રા અને તંદ્રા - ત્રણે સ્થિતિ એકાકાર બની હશે. જે હોય તે, સ્થિતિનો સ્પષ્ટ અંદાજ ઉકલતો નથી. હા, આંખો બંધ છે. કિશોર - પોતાનો પ્રાણપ્રિય દીકરો - ઉંઘમાં પડી ગયાનો અંદાજ મેળવવા માએ એની પીઠ, શરીર - માથા ઉપર હાથ ફેરવી તેને હળવે સાદે બોલાવ્યો. ન બોલ્યો છતાં થોડીવાર મા એના ખાટલા ઉપર બેસી રહી. એટલામાં એની આંખ ઘેરાઇ.
સૂમસામ રાત્રી, અંધકાર છાયું ઘર અને પોતપોતાના ખાટલામાં સૂતેલા માતા-પુત્ર, પુત્રની ઊંઘભરી આંખો બંધ, શાંતિના શ્વાસ લેતાં સૂઇ રહેલો કિશોર થોડીવાર પછી - જ્યારે મા ઊંઘમાં ઘેરાએલી ત્યારે એકાએક ફરીથી ચમક્યો. એની આંખો તો બંધ રહી, છતાં એ જાગૃતની જેમ બધું જોતો હોવાનું અનુભવી ઊઠ્યો. બીજીવાર ચમકીને તો એ જરાયે ડર્યો નહીં. એનાં મનમાં ન સમજાય એવો આનંદ ઊમળકો અનુભવાયો, અને બીજી જ પળે એનું શરીર પથારીમાંથી ઊઠી- બંધ આંખોએ બધું જોઇ શકતું હોય તેમ, અંધારામાં ચાલી નીકળ્યું.
અનુભવ હોય કે ભ્રાંતિની કોઇ વિચિત્ર પ્રક્રિયા, પણ કિશોરની નજર સામે મશાલદેખાઇ. એને અજવાળે કિશોર આગળ ચાલ્યો, ઘરનાં બંધ બારણાં ખૂલ્યાં નહિ હોય તો યે તે આગળ ચાલતો રહ્યો. એનો હાથ પકડીને કોઇ અજાણ્યો પડછાયો તેને આગળ દોરતો રહ્યો. હા, એ શેરી - ગોવિંદભાઇ તથા નરસીદાસભાઇ લુહાણાની બંધ દુકાનો વળોટી વાછડાદાદાના ઓટા પાસેથી પસાર થઇ તે ચોરાની પેલી બાજુ કાળાબાપા વૈશ્નાણીની ડેલીએ પહોંચ્યો - જ્યાં પરમ પવિત્ર - પરમ ભક્ત સંત દાદા નરભેરામ બાપુએ હસીને કિશોરને આવકાર્યો.
પંચત્વ પામેલા સંત બાપુ નરભેરામ રમતારામ સાધુ. તેઓ અવારનવાર બ્રાહ્મણ - સદગત દાદાબાપુ - ને ત્યાં આવી ભક્તિભાવની વાતોનો નિજાનંદ માણતા. દાદાબાપુ ગયા તે પછી ઉદાસ બનેલા એ સંત કાળાપટેલની ડેલીએ રાતવાસો ગાળતા. નાનકડા હરિ ઉપર એનો અત્યંત પ્રેમભાવ નીતરતો. રામાયણની સાખીઓ તેની જીવનસંહિતા. જેવું બોલે એવું વર્તન કરનારા સંત નરભેરામબાપુને ઇશ્વરનો સાક્ષાત્કાર થયેલો. એનું અતિપ્રસન્ન, અતિ પવિત્ર વ્યક્તિચિત્ર યાદ કરતાં આજે પણ મન આનંદપ્રફુલ્લ બની જાય છે.
હાં, નરભેરામ બાપુએ પ્રાણપ્રિય કિશોરને ખભે હાથ મૂકી તેને જાણે કે આશાસંદેશ આપતા હોય તેમ એ બોલ્યા: ' બેટા હરિ, તું આ પહેલાં ડરી ગયો હતો ને? ના, ના. તારે ડરવાનું કોઇ કારણ ન હોય. જો આજે મેં તને તારા વિશે સાચી વાત કહેવાનો નિર્ણય કર્યો છે.'
બાપુને વંદન કરી કિશોર બોલ્યો: 'અહોહો, તમે તો મને મારા રખેવાળ મળી ગયા. દાદાજી અને ફઇબાએ તમને રામભગવાનના પ્યારા ભક્ત અને સંત-મહાત્મા ગણાવી તમારા પ્રત્યે મારાં મનમાં ભક્તિભાવ રોપ્યો છે.'
આછું હસીને પછી સંતે બોલવાનું શરૂ કર્યું: ' એ બધું તો જે હોય તે, પણ તારી વાત કહું. તારે બહુ કામની વાતો છે, એ સદાસર્વદા યાદ રાખજે. તું 'પોષજાત' - પોષ મહિનામાં જન્મેલો ઉગ્રભાગી પુત્ર છો. આવા પુત્રો માટે જીવન એ કસોટીમય ધર્મયુદ્ધ બની રહેતું હોય છે. ડગલે ને પગલે તારે અગણિત કઠણાઇઓ પાર કરી, લડતા યોદ્ધાની માફક આગળ વધવાનું રહેશે. આ માટે તને શ્રીરામ ભગવાન શક્તિ આપશે. વળી તારાં ભાગ્યભવનમાં ઉચ્ચના થઇ શનિદેવ બેઠા છે. શનિવારે શ્રદ્ધાળુ લોકો હનુમાનજીની ભક્તિ-પૂજા કરે એ તો તું જાણે છે. શનિદેવ પોતે પ્રબળ અને દ્રઢ નિશ્ચયી ગ્રહ છે. એના જાતકને તે કસોટીમાંથી પસાર થતા જોવામાં મજા માણતા હોય છે, ભૌતિક સુખમાં વિક્ષેપ પાડનાર છતાં શનિદેવની અસરશક્તિ અજબ છે. તું પ્રભુભક્ત-મોક્ષાર્થી જીવ થઇશ. વગરભણે તને અગમનિગમનાં રહસ્યો ઊકેલનારી અધ્યાત્મદ્રષ્ટિ અને જગત તથા જીવનમાં રહસ્યોનું જ્ઞાન શનિદેવની કૃપાથી સહજપણે સાંપડશે.'
સંતપુરૂષની દિવ્યવાણી સાંભળી કિશોરે અનહદ આનંદ-ચેતના અનુભવી. સંત બોલવા લાગ્યા: 'ગાગરમાં સાગર સમાય એવી રીતે હું તારાં ભાવિ જીવન વિશે અદભૂત વાતો કહું તો તું જીવનભર બ્રાહ્મણધર્મ જાળવીને પણ રાજા-રાજેશ્રીઓને સુલભ એવાં સુખનો દાયકો ભોગવવાનો છે. અગમ્યતત્વોનું જ્ઞાન એ તારો રાજયોગ બનશે. તારું જીવન યજ્ઞમય-ત્યાગપૂર્ણ બને એવો સંકેત માની લેવો - પરંતુ બધું સહેલાઇથી નહિ મળે. તે બુદ્ધિચાતુર્ય તેમ જ પરિશ્રમથી મેળવવું પડશે......રામભગવાન તારા રખેવાળ છે એમ માની લેજે. રામ એટલે ઇષ્ટદેવનો ભક્તિભાવ તારા મનને સંતોષ આપશે.'
કોણજાણે આ સિવાય એ સંતપુરૂષ બીજું તો કેટલું યે બોલ્યા હતા, પણ મહત્વની વાત જ યાદ રહી છે. તીવ્ર યાદશક્તિ એ પેલા કિશોરનું જન્મજાત લક્ષણ હતું. નરભેરામ બાપુની વાણી વહેતી જતી હતી ત્યાં અચાનક પેલો કિશોર ચમક્યો. પોતે ખરેખર પગે ચાલી સંતને મળવા ગયો હતો, કે કોઇ અદ્રશ્ય પડછાયો તેને સંત પાસે દોરી ગયો હતો? સમાગમ થયો એ શાશ્વત હકીકત હતી, કે નિંદ્રા-તંદ્રાવસ્થાની કોઇ વિચિત્ર પરિક્રિયા?
આ જવાબ મેળવવાનો પ્રયાસ જરૂરી ન રહ્યો, ચમકેલા કિશોરે પાસું ફેરવ્યું. એની આંખ ઊઘડી ત્યારે તો એની માતા છાશ વલોવવાની તૈયારી કરતી દેખાઇ. ઘણીવાર સુધી તે પથારીમાં એમને એમ વિચારગ્રસ્ત હાલતમાં પડી રહ્યો. એનાં હ્રદયચક્ષુ સામે ભૂત-પ્રેતની અદભૂત-અગમ્ય સૃષ્ટિ તરવરતી રહી, વડીલો પાસેથી ભૂત-પ્રેત ઉપરાંત પિતૃઓનાં અસ્તિત્વ તથા તેની અસર વિશે ઘણી વાતો સાંભળેલી. તેમાંની એક મહત્વની વાત યાદ આવી. કહે છે કે ચાર-પાંચ પેઢી પહેલાંના અમારા કોઇ કુટુંબી પુરૂષ હલકી જાતિની સ્ત્રીના ફંદામાં ફસાએલા, અથવા એવાં જ કોઇ અપકૃત્યનું કલંક તેના ઉપર ચડેલું. એ વખતનો રૂઢિચુસ્ત સમાજ - ધર્મભીરૂ લોકો બ્રાહ્મણ કુળનો દીકરો બ્રાહ્મણેતર વર્ણના ઘરનું પાણી પીએ તો વટલી ગયેલો મનાય અને તેની પાસે પ્રાયશ્ચિત્ત - દેહશુદ્ધિ કરાવાય. તેમાં પણ ખોખા ઉપાધ્યાય જેવા સમર્થ ધનવાનનો કુટુંબી કલંકિત બને તે એના કુળને કેમ પાલવે?
પેલા અનામી કલંકિત કુટુંબી પર કેવાં વિતક વિત્યાં હશે? એની વિચારધારા કેવી હશે? કોણ જાણે પણ તે ઉપાલંભથેએ દોરાઈને વાડીના કુવામાં ઝંપલાવી એણે આપઘાત કર્યો, અને તેનો અતૃપ્ત જીવ પ્રેત બની અંતરિક્ષમાં ઘૂમતો રહ્યો. એવા એ પિતૃની ભારે અસર ભાવિ કુટુંબીઓ ઉપર થયેલી - જેનું વર્ણન યથાકાળે રજુ થશે.
અને વિચાર ઉપર રહી જાંબુડીવાળી જક્ષણી, જેના વિશે ઘણું સાંભળ્યું ને વિચાર્યું હતું. એ વાત આમ તો ભયપ્રેરિત હતી: પરંતુ એ વેળા પહેલીવાર જક્ષણીનો ભય ન રહ્યો અને છેલ્લે તેનો આભાસ આજથી છ વરસ પહેલાં દેખાએલો. આટલી આડ વાત પછી કહું કે પેલી જેઠ મહિનાની વિતેલી રાત્રીની વિચિત્ર છતાં શાશ્વત અસરથી પેલા કિશોર - હરિને ઘણું ઘણું જોવા-જાણવા અને અનુભવવા મળ્યું. હા, એટલું સાચું કે અગમ્ય પદાર્થ તથા તેનાં જ્ઞાનની અલગારી અસર તે પછી એ હરિના સામાન્ય કે નિત્ય વહેવારની આડે આવી નથી. તેણે પોતાની સ્વસ્થતાને આંચ આવવા દીધી નથી અને પેલી રાતના અનુભવની સાંકળ લંબાઇ હોવા છતાં - તે વાતો એણે ચાહીને સપાટી ઉપર આવવા દીધી નહોતી.
અને તે પછી કિશોર હરિનાં હ્રદયમંદિરમાં આપમેળે જ્ઞાનજ્યોત પ્રગટ થઇ હોય તે શક્ય છે. બીજે દિવસે જોડિયાથી કપાશિયાનું ગાડું ભરી લાવેલા એના પિતાએ પોતે ગાડાં ઉપરથી પડી ગયા છતાં, કશી ઇજા ન થઇ અને મોટી ઘાત ગયાની વાત કહી. તે પછી પડધરી ગયેલા હરિએ ગુજરાતી બીજું ધોરણ પાસ કર્યું એટલા વખતમાં એનાં મનમાં કવિતાની સ્ફૂરણા ઉદભવતી રહી. દશ-અગિયાર વરસની ઉમર, ત્રીજું ધોરણ ભણતા હરિને ગુજરાતીશાળાના હેડમાસ્તર સાહેબે જામનગરના જામ-મહારજા રણજીતસિંહજીના જન્મદિન ઉત્સવમાં સામેલ કર્યો. જામબાપુના જન્મદિનની ખુશાલીમાં શાળા તથા કચેરીઓમાં જાહેર રજા પળાઇ. દરબારગઢમાં પડધરી મહાલકચેરીનાં પ્રાંગણમાં શાળાના વિદ્યાર્થીઓએ જામબાપુનાં યશોગાન ગાયાં. રાસમંડળ અને બીજા આનંદ-પ્રમોદનું આયોજન પણ ખરૂં. સમારંભની આગલી રાતે આંતર સ્ફુરણાથી હરિએ જામબાપુનું યશોગીત લખી નાખ્યું, તે સમારંભના આયોજકોને બતાવ્યું, કોઇકે મજાક ઉડાવી પણ હેડમાસ્તરે તે ગીત સમારંભમાં ગાવા માટે પસંદ કર્યું - મેં ગાયું:
							'પ્રજા તણા પ્રતિપાળ,
							અમારા વિદ્યાના દાતાર;
							આપનો યશ વધે અપાર,
							જીવો જુગ જુગ પ્યારા જામ.'
આ સાંભળીને અમલદાર તેમજ શ્રોતાવર્ગ હરિ ઉપર ખુશખુશાલ ચિત્તે વાહવાહ વરસાવી ઊઠ્યો. સાકરના પડા સાથે તેને બે રૂપિયા ઈનામ અપાયું. ઈનામ મોટી વાત અને તેથી વિશેષ તો નાનકડો હરિ પડધરી કસબામાં 'કવિ' તરીકે ખ્યાતિ પામ્યો. શરૂઆતમાં મજાકની અસરવાળો એ કવિ-શબ્દ તેનં જીવનનો ગર્વ બની જવાનો હતો.
અભ્યાસકાળના એ દિવસોમાં કિશોર હરિની અગમનિગમ વાતો સાંભળનાર શ્રોતાઓમાં શિક્ષકો પણ સામેલ હતા. વર્ગ શિક્ષકની પ્રસન્નતા હરિને ઘણી વખત છૂટી મેળવી બહારગામ જવામાં મદદગાર બનતી.
અને વતનનાં બે ગામ, ખીજડિયા ગામે મોસાળ, મેઘપુર એ તેના પિતાનું વતન અને ત્યાં એને વારંવાર જવું પડતું.
તેની એ યાત્રા પણ જાણવા જેવી હોવાથી હવે પછીના લેખાંકમાં કહીશું.
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com