Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for https://harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for https://harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay યોગમંજરી :: લેખાંક : ૧૧


લેખાંક : ૧૧ : (બંધનગ્રસ્ત હાલતનાં એ વરસો જીવનનાં ગુપ્ત રહસ્યો ખુલ્લાં કરે છે.)
જીવનનાં મૂલ્યવાન વરસો, પિતા ઘર છોડવા દે નહિ. અંતરમાં ઉછળતી આશાઓને દાદ મળે નહિ. રોટલાની ચિંતા નથી એ આજની વાત, આવતી કાલે સંતાનને ઉછેરવાં, કેળવણી અપાવવી. ગામડાંના ખાડામાંથી ઊંચું આવવું - અનેક વિટંબણાઓ વચ્ચે ભાવિનું ઠેકાણું નહિ. ઇશ્વર કેટલું બધું સંકટ સૂચવી રહ્યો છે.
'અને ધૂંધળા ભાવિની સંકટગ્રસ્ત દશામાં અણધારી મિત્રતાનું પ્રેરણાદાયી વિરામસ્થાન મળી ગયું. યોગ સાંપડ્યો છે ત્યારે રોજેરોજ મળતી વાર્તાઓનો સંચય કરી લે. જીવનનાં અઘોર અંધારાં અને પ્રેમપ્રકાશ - માણસાઇનાં અજવાળાંનો અભ્યાસ કરી લે. તારા સામે એવી યુનિવર્સિટીનાં દ્વાર ખૂલ્યાં છે - જ્યાંથી મળતું જ્ઞાન અને મૂલ્યવાન અનુભવ વિશ્વમાં બીજે ક્યાંયથી નહિ મળે.'
આવા મનોવ્યાપાર - સ્વગત ઘૂંટતો યુવાન હરિ, દેવબામાં ભારતીય નારીના અજબ ગુણનું દર્શન પામ્યા પછી મિત્રને દાયરે પહોંચે છે. બાપુએ કહેવરાવ્યું છે - 'આવો.'
જાઉં છું ત્યાં પાંચદસ મહેમાન અને તેમાં પણ માણસરૂપે સિંહ જેવું વ્યક્તિત્વ ધરાવતા એક અસાધારણ શક્તિશાળી નજરે પડે છે. 'રામ રામ' કરતાં એકબીજાનો પરિચય બાપુ કરાવે છે. દાજી અને કવિ ત્યાં હાજર છે. હળવેથી કવિએ કહ્યું: 'એને તમે ઓળખ્યા?' પેલા પ્રભાવશાળી મહેમાનના ઉપલક્ષની વાત હતી.
'નામ જાણ્યું પણ ઓળખાણ વધુ નથી.'
'એ છે ઝવેરચંદ મેઘાણીએ લખેલી 'સોરઠ તારાં વહેતાં પાણી'ની નવલકથાના પેલા રસપ્રદ પાત્ર - બાપુ.'
'ઊઘાડી આંખ સામે સ્વપ્ન ઉઘડ્યું કે શું?'
મેઘાણીની એ જ નવલની અજબ અપચળી સિંહણનારી ઝુલેખાં. જેલપ્રાંગણમાં ફાંસીને માંચડે ચડી જતા પતિને ધરપત આપે: ' ખબરદાર રહેના, હોશિયાર રહેના.' ઝુલેખાંના પાત્રની ઊઘાડની છબિ તો ચિત્ત ઉપર ચોંટેલી જ હતી, અને એ જ સિંહણની શૂરતા સંકોરનાર આ પોતે - જે બેઠા છે. દાજીની 'અગમનિગમ' વાતો વિદ્યાશક્તિનાં વર્ણન રસભેર સાંભળે છે.
બાપુ પોતે એ મહેમાનને - 'સોરઠ તારાં વહેતાં પાણી'ની યાદ આપે ત્યારે સ્વસ્થ અવાજે મહેમાન બોલતાં સંભળાય છે: ' કાળિદાસભાઇ ફોજદારના દીકરા અને અમૃતલાલ શેઠના છાપાં- 'સૌરાષ્ટ્ર' -'ફૂલછાબ'-નો તંત્રીવિભાગ સંભાળી રહેનાર ઝવેરચંદભાઇ મારે ત્યાં આવ્યા, મને ભલામણચિઠ્ઠી આપી કહ્યું: 'વાર્તા લખવા માટે જોઇતી માહિતી તમારી પાસેથી મેળવવા આવ્યો છું.'
'વાહ વાહ, આવી કદરદાની બદલ આભાર'મેં કહ્યું, અને ઉમેર્યું - 'બાપા, અલગારી માણસોની તોફાની વાતો, કાયદાની આંટીઘૂંટી સામે ગુનાખોરી ગણાય એવી એ વાતો, કંઇક જોયેલા ને બાકી સાંભળેલા પ્રસંગ - જેમાં સત્તાધીશ, રાજા અને પ્રાંતના મોટા હાકેમનાં નામ યાદ કરવા પડે, એ તો મારાથી નહિ થાય. હા, કલમના કસબી છો તમે મેઘાણીભાઇ, અને અમારા માટે જે સાંભળેલું હોય તેના ઉપર તમારી કલ્પનાના વાઘા ચડાવી, લખી શકો છો.' અને એણે વાર્તા લખી. લેખકની કલમે એટલે બનેલી ઘટનાઓ તથા પાત્રોને ઓપ ચડાવે. મેઘાણીએ આપણા પ્રદેશની ખુમારી, વટ્ટ,વચનબળ અને વિશ્વાસની ઝલક અચ્છી રીતે ઝીલી જાણી છે, એમાં ય ના નહિ.'
મોંઘેરા મહેમાન સમકાલિન સૌરાષ્ટ્રના સમર્થ ભડવીરો, મેઘાણીજીની કલમે લખાએલી અને બીજા લેખકોએ લખેલી વાર્તાઓમાં કોઇ ને કોઇ નામે ને રીતે, રજુઆત પામેલા સોરઠી સિંહો અને બાપુની બેઠકે થયેલી એ વાતો વચ્ચે બ્રાહ્મણકુળમાં જન્મેલા પરશુરામ સમા પોલીસ અમલદાર છેલભાઇ દવે, હરભાઇ દેસાઇ, શિવપ્રસાદ, કલ્યાણજી તથા મૂળશંકર (મૂછાળા)નાં નામ તથા બહાદુરીભર્યાં એના જીવનકાર્યો ઉપર બધાએ એકીઅવાજે પોરસ વરસાવ્યો.
મહેમાનોનાં વ્યક્તિત્વ અને વાતોમાં નીસરી આવતુ વાર્તાતત્વ હરિનું ભાવસમૃદ્ધ ચિત્ત, આપમેળે પકડવા લાગ્યું. શ્રી મેઘાણી તો વર્તમાનપત્રના તંત્રી અને એની કલમને વિલસવા માટે મેદાન મોકળું હતું. સાંભળેલી બધી વાતો નોંધી રાખવા જેવી. જે દરેકમાં રસ અને માહિતી આપતી વાર્તા છૂપાએલી.
કવિ સાથે વાત કરતાં હરિથી બોલી જવાયું: 'આપણી ભૂમિ જ વાર્તા સરજનારી સરસ્વતી છે.' 'વાહ, દોસ્ત' - કવિ બોલ્યા: 'તમારા આટલા શબ્દોમાં જ તમે ભાવિના ભેદનો સંકેત આપી દીધો.'
વાતોમાંની બેચાર વાર્તાઓ તો રોમાંચપ્રેરક, મધ્યમ્ પ્રકારનો દાખલો અહીં જ જોઇએ. 'હા, સૂમસૂમ કરતી કાળી રાતે...ની ડુંગરમાળામાં પડેલી વધુ વંકી ગાળીમાંથી પસાર થતી પોલીસ-ગિશ્તના ઇન્સ્પેક્ટર સિપાઇઓ સાથે બાતમીદાર વાતો કરતાં પૂછતા હતા: 'લાલપુર તાલુકાની હદ તો પૂરી થવા આવી અને ટોળીવાળા - બહારવટિયા-ની ગંધ કાં ન આવી?'
પોલીસગિશ્ત બહારવટિયા ટોળીની તલાશમાં અંધારાં ફંફોળતી હતી. મકરાણી સિપાઇ - 'નાગુમન ઇસબા'ને ટોળી જમાવી બહારવટું જાહેર કર્યું. જામનગર રાજ્યની પોલીસે એનો પીછો પકડેલો. પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણજીની ઘોડેસવાર પાર્ટી, કલ્યાણજીનાં બોલવાનો અવાજ, ઘોડાના દાબડાનો પગરવ તો ડુંગરના ચાડિકે ઓથ લઇ છૂપાએલા બહારવટિયાએ અગાઉ જ સાંભળેલો, ને બંદૂકો એણે તે તરફ નોંધી રાખી.
ધીમા અવાજે એક બહારવટિયાએ સંકેત આપ્યો; 'ભેરૂ, સાવધાન - પોલીસ પાર્ટી.'
'ચૂપ.' બીજો બહારવટિયો બોલ્યો: ' સાંભળતો નથી, આપણા કલાકાકાનો અવાજ - આપણે જેના ઘરનું લૂણ ખાધું છે, એના ઉપર ઘા કરશો નહિ કોઇ.'
શકરા જેવો પોલીસ અમલદાર બહારવટિયાનો ભેટો પામી પડકારો કરતાં બરાડ્યો: 'એલા ઇસબાન, હવે ભડ થઇ મેદાનમાં આવજે - ફોસી થઇ ભાગીશ મા. નોકરી અને નાતાદારીના મેળ હોય નહિ....'
સામસામી બંદૂકોની ગોળીઓ છૂટી. પોલીસ પાર્ટીએ પુરા દમામથી બહારવટિયા સામે ધીંગાણું ખેલ્યું. અંધારાંનો લાભ લઇ બહારવટિયા ટોળી છટકી ગઇ. કાળઝાળ કલ્યાણજીએ ડુંગરનો ખૂણેખૂણો ફંફોળ્યો. જેની સાથે જૂનો સંબંધ હતો એવા ડાકુઓને ઝેર કરવાની, મરવા-મારવાની તક ખોવાયાનો વસવસો રહી ગયો.
એ વેળા એવી હતી પોલીસ ફોજની ખુમારી. મોત જેને સસ્તું અને મોંઘી હતી વફાદારીથી ભરપૂર કર્તવ્યનિષ્ઠા.
વાતો વચ્ચે નામ આવ્યું શિવપ્રસાદ - શિવા ફોજદારનું. ભલભલા ભારાડીઓના વાંસા રંગી નાખનાર - ચોક થાણાનો એ બ્રાહ્મણ ફોજદાર. થાણાની હદમાં - 'માનકુ' - નામે વગદાર માણસનું ખૂન. ખૂનની તપાસમાં શિવા ફોજદારને મળી આવી અતિ રૂપાળી હમીદા. જેનો ખાવિંદ - ખૂનના શકદાર તરીકે પકડાએલો. શિવા ફોજદારની ચાલાક નજર હમીદાનાં મોહક રૂપમાં ભેદ જોઇ ગયો. એના ખાવિંદ - પતિ-ને હેતુપૂર્વક કોઇ જાગીરદારે ખૂનના ગુનેગાર તરીકે ઓરી દીધો હોય. વિશ્વાસમાં લઇ - સોગન ઉપર શિવા ફોજદારે હમીદાને પૂછ્યું: 'તારો ધણી જેની નોકરી કરતો હતો એ દરબાર સાથે ક્યારેય પણ તારે કાંઇ વાતચીત થઇ હતી?'
'હા, સાહેબ, દરબારે કહેલું: 'તારી મરજી હોય તો તને પણ તારા જેવું કામ-ચાકરી-આપું' હમીદાએ આપેલા જવાબમાં ફોજદારને સાચી હકીકતની ખાતરી મળી ગઇ. હમીદાનો ધણી શકમુક્ત થયો ને પકડાયો સાચો ગુનેગાર.
બે દિવસ સુધી આવી વાતોની રસધાર વહેવડાવી મહેમાન ગયા. જે વાતો મામૈયા બારોટના દુહા-ગીતોનો સાથ લઇ લખાય તો રસ ધરાવનાર વાંચકોને સૌરાષ્ટ્રની નવી રસધાર માણવા મળે.
અંતરમાંથી ઊભરાતી સર્જન ચેતના અને સામે નિરાશાનો અંધકાર. વાડ ન હોય ત્યાં વેલો ચડે ક્યાં? હે ભગવાન, પિતા અને ફઇબાને સુબુદ્ધિ આપ કે મને ખાડામાંથી છોડે. તેઓ છોડે તો પણ બાપુના દાયરાની મમતા તો છૂટવાની નહોતી.
એ દરમિયાન અતિશય સાદા -શુદ્ધ હ્રદય ને શ્રદ્ધા ધરાવતા દેવીભક્ત હીરાબાપાનો સંપર્ક મળી આવ્યો. એમની ભક્તિ અને ત્યાગભાવનાએ જ 'શક્તિ' બનીને હરિને ખેંચ્યો. જે મમતા નરભેરામ બાપુએ બતાવેલી એવી જ મમતા સાથે હીરાબાપાએ શક્તિના આવેશ સાથે કહ્યું: 'તું નશીબદાર છો. ભાગ્યના ઊઘડી રહેલા દરવાજા તને બોલાવી રહ્યા છે દીકરા, હું તો ચંડીપાઠ જાણું નહીં, પણ મારી જોગમાયા તને પાઠ કરવાની આજ્ઞા ફરમાવે છે. જો માની આજ્ઞા માનીશ તો તને માગ્યું ઇનામ મળશે.'
હરિએ હીરાબાપાનાં ઇષ્ટારાધ્ય માતાજી-રાંદલમા-સામે માથું નમાવ્યું. જીવનમાં અગત્યનો ભાગ ભજવી રહેલા એટલા સાદા પ્રસંગ વિશે વધુ ન કહી શકે, છતાં એની યાદ તેને ભાવવિભોર બનાવી રહે.
બંધનગ્રસ્ત હાલતનાં એ વરસો - બાપુ- દાયરાની મિત્રતા જીવનનાં અંધારાં-અજવાળાં-જીવન સાથે જડાએલાં ગુપ્ત-પ્રગટ રહસ્યોનું દર્શન કરાવતી રહે છે. ઓગણીસ સો ઓગણચાળીશની સાલ. બીજું વિશ્વયુદ્ધ ભડકી ઊઠે છે. રાજકોટમાં જવાબદાર રાજતંત્રની લડત જામે છે.
બાપુ અને કવિમિત્રની સાથે જાણી-અજાણી ઘણી જગ્યાઓ ફંફોળાય છે. ક્યાંઇક વાર્તા, તો ક્યાંઇક ચમત્કાર માણવા મળે છે. બાપુ સાથે ગાડામાં પશ્ચિમની પહાડીઓ પાર કરતાં માલધારી ચારણના નેસમાં દૂધપીણું કરવાના પ્રસંગે જોયેલી નવોદિત યૌવના - 'જોગમાયા મીણલનું રૂપ.'
'સત્યં, શિવં, સુન્દરમ્' - પંક્તિનું સાક્ષાત દર્શન કરાવી ગયેલી એ પવિત્ર રૂપમૂર્તિ!- જેણે જીવનભર કૌમાર્યવ્રત લીધેલું - માલધારીના એ પૌત્રીની યાદ સાડાચાર દાયકા પછી આજે પણ હરિને પવિત્ર પ્રેરણાપાન પાઇ રહે છે.
દાજી-પથુભા-કવિ, બાપુ અને હું કોણ જાણે કેટલું બધું જાણી શક્યા, વિચારની આપલે કરી નાખી. કેટલા બધા પ્રસંગ જોઇ જાણ્યા. 'અંતર ભરિયું અનંત અમરત શબદ સજ્યું ન જાય.'
હરિનાં હ્રદયમાં ભરેલી પૂર્વદત્ત અનુભૂતિની ચેતના પ્રદીપ્ત કરનારા એ દિવસો અને મિત્રોએ આપેલો અનુભવનો આનંદ.
એ યાદનું રસપાન કરતાં હરિનું હૈયું હજુ પણ ધરાતું નથી.
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com